સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અમરેલી જિલ્લા અને તાલુકામાં રાજકીય પક્ષો દ્વારા વેગીલો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સીમરણ તાલુકા પંચાયતની સીટ પરથી કોંગ્રેસ દ્વારા નાના ભમોદ્રા ગામના રહેવાસી અને મહિલા ઉમેદવાર ચંદ્રીકાબેન બાબુભાઈ પીપળીયાની પસંદગી કરવામાં આવી છે. આ બેઠક અંતર્ગત આવતી સીમરણ, ઓળિયા, કરજાળા, ચરખડિયા અને નાના ભમોદ્રા ગામમાં કોંગી ઉમેદવાર દ્વારા ઝંઝાવતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત આ ગામોમાં તેમને લોકોનો પણ સ્વયંભૂ આવકાર મળી રહ્યો છે. મહિલા ઉમેદવારને ભવ્ય લીડથી વિજેતા બનાવવા મોટી સંખ્યામાં સુરતથી પણ સમર્થકો આવ્યા છે અને પ્રચાર કામગીરી કરી
રહ્યા છે.