સાવરકુંડલાના સીમરણ ગામના પાટીયા પાસેથી પોલીસે ૧૫ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. સાવરકુંડલાના પ્રફુલભાઈ ઉર્ફે કફલો વિનુભાઈ વાઘેલા (ઉ.વ.૨૨) દેશી દારૂ સાથે ઝડપાયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એેએસઆઈ એસ.એ. બગડા વધુ તપાસ કરી રહ્યા છે.