સીબીએસઇ ૧૨મી બોર્ડ પરીક્ષા ૨૦૨૪નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ૮૭.૯૮ ટકા છોકરીઓ અને છોકરાઓએ પરીક્ષા પાસ કરી છે. ઝ્રમ્જીઈ બોર્ડ ૧૨મીની પરીક્ષા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ૧૫ ફેબ્રુઆરીથી ૨ એપ્રિલ દરમિયાન દેશભરના નિયુક્ત કેન્દ્રો પર લેવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે છોકરાઓની પાસ થવાની ટકાવારી ૮૫.૧૨ ટકા છે, જે ગયા વર્ષે ૮૪.૬૭ ટકા હતી. જ્યારે છોકરીઓનું પરિણામ ૯૧.૫૨ ટકા નોંધાયું છે. ત્રિવેન્દ્રમ પ્રદેશનું પરિણામ સૌથી વધુ ૯૯.૯૧ ટકા છે. આ પછી વિજયવાડા અને ચેન્નાઈનું પરિણામ અનુક્રમે ૯૯.૦૪ ટકા અને ૯૮.૪૭ ટકા આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ૧૨મીની પરીક્ષા માટે ૧૬,૩૩,૭૩૦ છોકરીઓ અને છોકરાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી કુલ ૧૬,૨૧,૨૨૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને કુલ ૧૪,૨૬,૪૨૦ પાસ થયા હતા.