શૈક્ષણિક વર્ષ ૨૦૨૨માં સીબીએસઇ તથા સીઆઇસીએસઇ, આઇએસસી બોર્ડ ટર્મ ૧ પરીક્ષાઓ હાઇબ્રિડ મોડમાં કરાવવાની માંગ કરતી વિદ્યાર્થીઓની અરજી સુપ્રીમે કોર્ટે ફગાવી દીધી છે. ટર્મ ૧ બોર્ડ પરીક્ષાઓ હવે ઓફલાઇન જ આયોજીત કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાઓનો વિકલ્પ મેળશે નહીં.
સીનિયર એડવોકેટ સંજય હેગડેએ કોર્ટમાં કહ્યું કે મેહામારી હજુ ખત્મ થઇ નથી અને એમે કહેવું વહેલું ગણાશે કે પરીક્ષાઓ ઓફલાઇન યોજોશે. બાળકો વચ્ચે વાયરસ ફેલાઇ શકે છે. તેનાથી ૧૪ લાખ બાળકો પ્રભાવિત થઇ શકે છે અને અરજીકર્તાઓ એમે ઇચ્છે છે કે હાલમાં હાઇબ્રિડ મોડ ચાલુ રાખવામાં આવે.
સોલિસિટર જનરલ તુષાર મેહેતાએ કહયું કે, છેલ્લા વર્ષે હાઇબ્રિડ પરીક્ષા યોજોઇ નહોતી. ધોરણ ૧૦ના ૧૪ લાખ અને ધોરણ ૧૨માં ૨૦ લાખ વિદ્યાર્થી છે. પરીક્ષાઓ અગાઉથી જ ૧૬ નવેમ્બર ૨૦૨૧થી શરૂ થઇ ચૂકી છે જેની નોટિસ ઓક્ટોબરમાં જોહેર કરાઇ હતી. કોવિડની ચિંતાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.