ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ ડી રાજાએ ભાજપ પર પ્રહાર કરતા મોટો આરોપ લગાવ્યો છે. ડી રાજાએ કહ્યું કે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ નેતાઓનો વેપાર કરી રહી છે. આ દરમિયાન તેમણે ભાજપ પર ધ્રુવીકરણનો આરોપ પણ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે ડી રાજા આ વર્ષના અંતમાં રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ પર ચર્ચા કરવા માટે ઝારખંડ પહોંચ્યા હતા.
પત્રકારો સાથે વાતચીત દરમિયાન સીપીઆઈ નેતાએ કહ્યું કે ભાજપ અને તેના સહયોગીઓ ઝારખંડમાં સત્તાધારી પક્ષોને નિશાન બનાવી રહ્યા છે. જા કામમાં વિક્ષેપ પાડવાની જરૂર હોય તો તેઓ સત્તાધારી પક્ષોના નેતાઓને પોતાના પક્ષમાં લઈ લે છે. આવું ઝારખંડમાં થઈ રહ્યું છે. રાજાએ આરોપ લગાવ્યો કે, જા તેઓ ઘૂસણખોરીના મુદ્દે ગંભીર છે તો કેન્દ્રીય ગૃહમંત્રીએ દેશને ખુલાસો આપવો જાઈએ. તેના બદલે તેઓ સમુદાયો વચ્ચે મૂંઝવણ અને સંઘર્ષ પેદા કરવા માટે અમુક રાજ્યોને નિશાન બનાવી રહ્યા છે.
તેમણે કહ્યું કે, ભગવા પાર્ટી ઝારખંડ, ખાસ કરીને સંથાલ પરગણામાં ઘૂસણખોરી વધારવાનો આરોપ લગાવી રહી છે. સીપીઆઈના વરિષ્ઠ નેતાએ એવો પણ દાવો કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જમ્મુ અને કાશ્મીર, હરિયાણા અને મહારાષ્ટ્રમાં હારનો સામનો કરવો પડશે. તેણે કહ્યું, “દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન કુસ્તીબાજા સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું તે શરમજનક છે. હવે માત્ર ખેલાડીઓમાં જ નહીં પરંતુ હરિયાણાના લોકોમાં પણ ગુસ્સો છે.”
ડી રાજાએ એમ પણ કહ્યું કે મહારાષ્ટÙના લોકોમાં નારાજગી છે, જેઓ હવે કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે વિપક્ષી ગઠબંધન ઈન્ડીયા બ્લોકના બેનર હેઠળ આવેલા તમામ બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક પક્ષોને એક કરવાનો પ્રયાસ કરશે અને ભાજપ અને જમણેરીને પાઠ ભણાવશે.