ઝારખંડ વિધાનસભામાં સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્યઓએ જ સરકારની ધેરાબંધી કરી અને તેમના નિર્ણય પર સવાલ ઉઠાવતા ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય સીતા સોરેને ગૃહમાં સરકાર દ્વારા સંતોષજનક જવાબ નહીં આપવાનો આરોપ લગાવતા વિધાનસભાના મુખ્ય દરવાજો પર ધરણા કર્યા હતાં જયારે આજ પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય લોબિન હેબ્રમે રાજયમાં શરાબ વેચાણની નીતિ પર સવાલ ઉઠાવતા પોતાની જ સરકારની વિરૂધ્ધ કડક ટીપ્પણીઓ કરી હતી.
મળતી માહિતી અનુસાર વિધાનસભાના શિયાળુ સત્રના પાંચમા દિવસની કાર્યવાહી શરૂ થવાની થોડીવાર બાદ જ હીજોમા વિધાનસભા વિસ્તારના જેએમએએમ ધારાસભ્ય વિધાનસભાના મુખ્ય દરવાજો પર એક બેનર લઇ ધરણા પર બેસી ગયા હતાં તેમણે કહ્યું કે સીસીએલની આમ્રપાલી પરિયોજનામાં વન ભૂમિ પર ગેરકાયદેસર કબજો અને એક ટ્રાંસપોર્ટ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કોલસાની હેરાફેરીને લઇ ગૃહમાં સવાલ પુછયો તો સરકાર દ્વારા બતાવવામાં આવ્યું કે ત્યાં કંપની તરફથી કોઇ ટ્રાંસપોટિંગ કરવામાં આવી રહી નથી.પરંતુ હકીકતએ છે કે વન ભૂમિ પર અતિક્રમણ અને ખોટી રીતે કોલસાની ટ્રાંસપોટિંગ કરવામાં આવી રહી છે સરકારનો જવાબ ખોટો છે તેમણે કહ્યું કે ઝારખંડમાં જળ જંગલ જમીનની સુરક્ષા માટે અમે ચુંટાઇને આવ્યા છીએ અહીંના લોકો અને આદિવાસીઓના અધિકારોનું હનન થવા દઇશું નહીં.
જયારે અધ્યક્ષ રવીદ્રનાથ મહંતોને જયારે ધારાસભ્યના ધરણા પર બેસવાની માહિતી મળી તો તેમણે સભ્યોના એક પ્રતિનિધિમંડળને તમને મનાવીને ગૃહમાં લાવવા માટે મોકલ્યા હતાં.સીતા સોરેને ગૃહમાં પણ સીસીએલની પરિયોજનામાં વન ભૂમિ પર અતિક્રમણ હટાવવાની માંગ કરી હતી. બાદમાં ગૃહની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં સીતા સોરેને કહ્યું કે જો તેમની માંગ પર કાર્યવાહી ન થઇ તો તે ક્ષેત્રમાં જઇને પણ ધરણા આપશે
સરકાર માટે તે સમયે અસહજ સ્થિતિ પેદા થઇ ગઇ જયારે જેએમએએમના ધારાસભ્ય લોબિન હેબ્રમે રાજયમાં શરાબ વેચાણથી જોડાયેલ મુદ્દો ઉઠાવ્યો તેમણે એક અખબારમાં છપાયેલ અહેવાલનો હવાલો આપતાં કહ્યું કે રાજય સરકાર પડોસના છત્તીસગઢથી મોડેલ મંદાવી રાજયમાં શરાબના વેચાણનું સુકાન ખુદ પોતાના હાથમાં લેવા પર વિચાર કરી રહી છે આ સરાસર ખોટું છે.
તેમણે કહ્યું કે ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ શિબુ સોરેને જીવનભર નશામુક્તિ માટે કામ કર્યું છે આજે પણ તે સમાજને નશાથી મુકત રહેવાની સલાહ આપે છે.રાજયમાં તેમના પુત્ર હેમંત સોરેનની સરકાર છે અને આવામાં અહીં બીજો રાજયોથી શરાબ વેચાણનું મોડલ મંગાવી શરાબ વેચાણ કરવી શર્મનાક છે લોબિન હેબ્રમે ખુદને શિબુ સોરેનનો શિષ્ય બતાવી કહ્યું કે આ કોઇ કીમત પર થવા દઇશ નહીં શિબુ સોરેને આદિવાસી સમાજને શરાબથી દુર રહેવાનું અભિયાન ચલાવ્યું અને હવે સરકાર શરાબ વેચશે તો તેનો વિરોધ થશે