વ્યાપારીક જાતો અને ગુણઘર્મો
સીતાફનો પાક પ્રોટોગાયનસ પ્રકારનો એટલેકે નર કરતા માદાફૂલ વહેલા આવતા હોવાથી તે સંપૂર્ણ પણે પર પરાગનયન તેમજ તેનું સંવર્ધન મુખ્યત્વે બીજથી થતું હોવથી સીતાફળમાં કોઈ સ્થિર જાત નથી. સીતાફળમાં ઘણા બધા વર્ગ તેમજ જાતો વિકસેલ છે. સામાન્ય રીતે સીતાફળમાં લાલ ફળવાળા અને લીલા ફળવાયા એમ બે જુદા જુદા વર્ગ જાવા મળે છે. લાલ જાતનાં પાન તથા ફળ પ્રમાણમાં નાના હોય છે તથા ફળ અને પાનની મુખ્ય શિરાઓનો રંગ ભૂરાશ પડતો લાલ છે અને માવાનો રંગ ગુલાબી હોય છે. લીલા રંગની છાલવાળા સીતાફળ મોટી બદામી રંગની પેશીવાળા હોય છે. સીતાફળનો ઉપરોકત બંને ગુપ પૈકી લીલાફળવાળી જાતો વ્યાપારીક ધોરણે વધુ પ્રચલીત છે. જેમાં ઘણી જાતો ખેડુતોમાં લોકપ્રીય છે. જે નીચે મુજબ છે. દેશ લેવલે સીતાફળની ઘણી બધી જાતો વિકસાવેલ છે, પરંતુ આપણા રાજયમાં સીતાફળની જાતો ખુબ ઓછી છે આપણા રાજયમાં અને તેમાય ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે સીંધણ ખુબજ જુની જાય છે. આ ઉપરાંત હમણાંજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઠ દવારા સીંધણ જાતમાંથી પસંદગીની પધ્ધતિથી નવી જાત જી.જે,સી.એ.-૧ બહાપ પાડવામાં આવેલ છે આ બન્ને પાડવામાં આવેલ છે આ બન્ને જાતોના ગુણઘર્મો નિચે મુજબ છે.
સીંધણ: આ જાત ખુબજ જુની અને ખેડુતોમાં પ્રચલીત છે. આ જાતના ફળો આકર્ષક, મોટા કદના એટલે કે ફળનું વજન ૧૫૦-૨૦૦ ગ્રામ, તેની લંબાઈ ૭.૨૦ સે.મી. તેમજ ફળનો ઘેરાવો ૭.૪૦ સે,મી. ધરાવે છે. માવો સફેદ, મધુર સોડમવાળો તેમજ બીજનું પ્રમાણ ઓછું હોય છે. આ જાતના ફળો સ્વાદમાં મીઠા એટલે કે ખાંડનું પ્રમાણ ૧૬.૪૮% અને ટી.એસ. એસનું પ્રમાણ ૨૩.૭૮% જેટલું હોય છે.
જી. જે.સી. એ. -૧ઃ
આ જાત વર્ય ૨૦૦૯માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગ દવારા બહાર પાડવામાં આવેલ છે આ જાપ્ત સીતાફળની સીંધણ જાતમાંથી પસંદગીથી પધ્ધતિથી વિકસાવવામાં આવેલ છે આ જાતના ફળો લીલા રંગના, આકર્ષક પરંતુ મધ્યમ કદના અને લંબગોળ હોય છે. સરેરાશ ફળનું વજન ૧૪૦ ગ્રામ, લંબાઈ ૬.૮૦ સે.મી તેમજ ફળનો ઘેરાવો ૭.૦૦ સે.મી હોય છે. આ જાતના ફળોમાં બીજના સંખ્યા સીંધણ જાત કરતા ઓછી તેમજ છે. આ જાતના ફળોમાં બીજના સંખ્યા સીંધણ જાત કરતા ઓછી તેમજ માવા-બીજનો ગુણોતર અને માવા-છાલનો ગુણોતર વધુ હોય છે. તેનો માવો એકદમ કલરનો અને મીઠો હોય છે. માવમાં ખાંડનું પ્રમાણ ૧૬.૫૫% તેમજ તેનો ટી.એસ.એસ. ૨૩.૪૯% જેટલો હોય છે. આ જાતમાં ઝાડ દીઠ ફળની સંખ્યા તેમજ ઉત્પાદન સ્થાનિક સિંધણ જાત કરતા વધુ હોય છે.
લાલ સીતાફળઃ
આ જાત ઉચાઇમાં ઠીંગણી તેમજ તેના પાંદડાની નસ લાલ કલરની હોય છે. ફળો પણ આછા લાલ કલરના હોય છે. તેના ફળોમાં બીજનું પ્રમાણ વધારે હોય છે ફળનું વજન અંદાજે ૨૩૦ ગ્રામ આમ્લતા ૦.૨૧ % અને ટી.એસ. એસ. ૨૫ (બ્રીકસ) હોય છે. ઝાડ દીઠ ફળની સંખ્યા ૪૦થી ૫૦ હોય છે.
બાલાનગરઃ દક્ષિણ ભારતમાં ઉગાડવામાં આ ખૂબજ સારી જાત છે. આપણા રાજયમાં પણ આ જાત ખેડુતોમાં પ્રચલીત છે. આ જાતના ફળો સાઈઝમાં ખુબજ મોટા કદના એટલે કે ૩૬૦ ગ્રામના હોય છે. તેમા બીજની સંખ્યા પણ વધી વધારે આશરે ૪૩ જેટલી હોય છે આ ઉપરાંત તેના ફળોની ગુણવતા પણ ખૂબ સારી હોય છે આ ઉપરાંત તેના ફળોની ગુણવતા પણ ખૂબ સારી હોય છે.