તમિલનાડુના કુન્નૂરમાં વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. હેલીકોપ્ટરમાં સીડીએસ જનરલ બિપિન રાવત સહિત ૧૪ લોકો સવાર હતા. આ દુર્ઘટના પર દેશની જનતા દુવાઓ કરી રહી છે. તમામ લોકો સુરક્ષિત હોવાની કામના કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને બંગાળના મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યુ છે અને ઈજાગ્રસ્તો માટે દુવા કરી છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યુ- ચોપરમાં હાજર સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય લોકો સુરક્ષિત હોય તેની આશા કરી રહ્યો છે. જલદી સાજા થઈ જાય તે માટે દુવા કરુ છું.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ આ દુર્ઘટનાથી દુખી છે. તેમણે ટ્‌વીટ કર્યુ- સીડીએસ બિપિન રાવતને લઈને જઈ રહેલા હેલીકોપ્ટરના દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર સાંભળીને ચોંકી ગયો છે. બધા સુરક્ષિત હોય, તે માટે દુવા કરુ છું.
મમતા બેનર્જીએ ટ્‌વીટ કર્યુ- કુન્નૂરથી ખુબ દુખદ સમાચાર આવી રહ્યા છે. આજે દેશ સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની સહિત હેલીકોપ્ટરમાં હાજર લોકો માટે દુવાઓ કરી રહ્યો છે, જે લોકો ઈજાગ્રસ્ત છે તે જલદી સાજા થઈ જાય તેવી દુવા.
આ હેલીકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડ્ડર, લેફ્ટિનેન્ટ કર્નલ હરજિંદર સિંહ, નાયક ગુરસેવક સિંહ, નાયક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર, બી સાઈ તેજા અને હવલદાર સતપાલ સામેલ હતા.
જાણકારી પ્રમાણે સીડીએસ બિપિન રાવત દિલ્હીથી સુલૂર સુધીની સફર કરી રહ્યા હતા. ત્યાં તમિલનાડુ વેલિંગ્ટનમાં સીડીએસ બિપિન રાવત એક કાર્યક્રમમાં સામેલ થવાનું હતું. સીડીએસ બિપિન રાવતે વેલિંગ્ટનની આર્મી કોલેજમાં લેક્ચર આપવાનો હતો. સુલૂરથી કુન્નૂર પહોંચેલું આ વિમાન ક્રેશ થઈ ગયું, જ્યાં પર ક્રેશ થયું તે જંગલનો વિસ્તાર છે.