સીડીએસ જનરલ બિપિન રાવત આપણી વચ્ચે રહ્યા નથી. સીડીએસ જનરલ બિપિન રાવતની દેશ સેવા ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાશે.બિપિન રાવત હંમેશા અમર રહેશે. આ અવસરે અમદાવાદના શહીદ કેપ્ટન નિલેશ સોનીના પરિવારે પણ બિપિન રાવતને યાદ કરતા અનેક વાતો વાગોળી છે.
અમદાવાદ રહેતા અને શહીદ કેપ્ટન નિલેશ સોનીના પરિવારે બિપિન રાવતને યાદ કરતા કહ્યું હતું કે, બિપિન રાવત સર ઉદાર દિલ અને લાગણીશીલ વ્યક્તિ હતા. સોની પરિવારે શહીદ કેપ્ટન નિલેશ સોની સિયાચીન ગ્લેશિયરની ચંદન પોસ્ટ પર શહીદ થયા હતા.ત્યારે પરિવારે તેની યાદગીરી રાખવા માટે માટી મંગાવી હતી.અને સીડીએસ જનરલ બિપિન રાવતને લેટર લખ્યો હતો. ત્રણ દિવસ પછી સોની પરિવારનો લેટર સીડીએસ જનરલ બિપિન રાવતને મળ્યો.
પત્ર વાંચતા જ હુકમ કયો શહીદ પરિવાર ઈચ્છા પૂર્ણ કરવામાં આવે અને ૧૩ જુલાઈએ શહીદ નિલેશ સોનીનો જન્મદિવસ હતો અને તે દિવસે પુરા સન્માન સાથે રણભૂમિની માટી સોની પરિવારને મોકલાવી હતી. તેઓ ઉદાર દિલ અને લાગણીશીલ વ્યક્તિ હતા એટલે શહીદ પરિવારની લાગણીને તેઓ સમજી શકતા હતા.
શહીદ કેપ્ટન નિલેશ સોનીના ભાઈ જગદીશભાઈ સોનીએ વાતચીતમાં બિપિન રાવતે કઈ રીતે શહીદ પરિવરને મદદ કરી હતી તેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેઓએ જણાવ્યુ કે, સીડીએસ બિપિન રાવતને યાદ કરતા ભાવુક બન્યા હતા. તંત્ર પાંખના વડા હતા તેમ છતાં એક શહીદ પરિવારના પત્રનું સન્માન જોળવ્યું. હજોરો પત્ર મળતા હોય છે. પરંતુ બિપિન રાવતને પત્ર મળતા સિયાચીન માટી લઈ આવવા માટે હુકમ કર્યો હતો.સિયાચીન ચંદન પોસ્ટની માટી શહીદ કેપ્ટન નિલેશ સોનીના પરિવારને પહોંચાડ્યા બાદ પણ સોની પરિવારને પત્ર લખ્યો અને ફોન પર વાત કરી.
સીડીએસ જનરલ બિપિન રાવતના પી. એસ. એ શહીદ નિલેશ સોનીના ભાઈ જગદીશ સોની સાથે વાત કરી હતી.ત્યારે કહ્યું હતું કે, બિપિન રાવત સર જ્યારે અમદાવાદ આવશે ત્યારે તમારા પરિવાર સાથે મુલાકાત કરશે અને શહીદ કેપ્ટન નિલેશભાઈના સ્મારક ખાતે અંજલી અપર્ણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ સીડીએસ જનરલ બિપિન રાવતજીના અચાનક દુનિયા છોડી જવાના સમાચારથી ઘણું દુઃખ થયું છે.