તમિલનાડુના કુન્નૂર પાસે બુધવારે સીડીએસ બિપિન રાવતનુ હેલિકાપ્ટર ક્રેશ થઈ ગયુ જેમાં તેમના પત્ની સહિત ૧૧ અધિકારીઓના નિધન થઈ ગયા. આ દૂર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે ત્યારે ગુરુવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં દૂર્ઘટનાને લઈને પોતાનુ નિવેદન આપ્યુ. સંસદમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે સીડીએસ જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર પૂરા સૈન્ય સમ્માન સાથે કરવામાં આવશે. આ સાથે તેમણે હેલિકાપ્ટર દૂર્ઘટનાની ત્રિ-સેવા તપાસના આદેશ આપ્યા છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યુ કે હેલિકાપ્ટર દૂર્ઘટનાની ત્રિ-સેવા તપાસ કરવામાં આવશે. સિંહે સંસદમાં પોતાનુ નિવેદન આપીને કહ્યુ કે એર માર્શનલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વમાં ત્રિકોણીય સેવા તપાસ દળ બુધવારે જ વેલિંગટન પહોંચી ગયુ અને આ મામલે પોતાની તપાસ શરૂ કરી દીધી છે. પોતાના નિવેદનમાં લોકસભામાં રાજનાથ સિંહે કહ્યુ, ‘ભારતીય વાયુસેનાએ સૈન્ય હેલિકાપ્ટર દૂર્ઘટનાની ત્રિસેવા તપાસના આદેશ આપ્યા છે, તપાસનુ નેતૃત્વ એર માર્શનલ માનવેન્દ્ર સિંહ કરશે. તપાસ ટીમ કાલે જ વેલિંટન પહોંચી અને તપાસ શરુ કરી દીધી.’ તેમણે કહ્યું કે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ સેનાના વેલિંગટન હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ પર છે અને તેમને બચાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
લોકસભામાં બિપિન રાવતના હેલિકાપ્ટર દૂર્ઘટના પર સંરક્ષણ મંત્રીએ જણાવ્યુ કે કુન્નૂર પાસે જંગલમાં ત્યાં હાજર લોકોએ હેલિકાપ્ટરના અવશેષોને આગની લપેટોથી ઘેરાયેલી જોઈ. સ્થાનિક પ્રશાસને એક બચાવ દળ ઘટના સ્થળે પહોંચીને બચાવ અભિયાન કરીને લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા. હેલિકાપ્ટરમાં સવાર કુલ ૧૪માંથી ૧૩ લોકોના જીવ ગયા છે.તેમણે લોકસભામાં ઘટનાક્રમની માહિતી આપીને જણાવ્યુ કે જનરલ બિપિન રાવત પોતાના પ્રવાસ માટે તમિલનાડુના વેલિંગટન જઈ રહ્યા હતા. વાયુસેનાના Mi-૧૭ ફ૫ હેલિકાપ્ટરે બુધવારે સવારે ૧૧.૪૮ વાગે સુલૂર એર બેઝથી ઉડાન ભરી અને તેને ૧૨.૧૫ વાગે લેન્ડ કરવાનુ હતુ પરંતુ સુલૂર એર બેઝના એર ટ્રાફિક કંટ્રોલે ૧૨.૦૮ વાગે પોતાનો સંપર્ક ગુમાવી દીધો.
લોકસભાએ તમિલનાડુમાં કુન્નુર પાસે લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય અધિકારીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા બે મિનિટનું મૌન પાળ્યું હતું.બીજી તરફ, રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લીકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે CDS બિપિન રાવત અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા સૈનિકોના સન્માનમાં (૧૨ રાજ્યસભા સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ) આજે વિરોધ ન કરવાનો અને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય લીધો છે. અમે સુરક્ષા મંત્રી રાજનાથ સિંહના સંબોધનમાં પણ હાજરી આપીશું. રાજ્યસભામાં પણ સભ્યોએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.