સીટ બેલ્ટ પહેર્યો ન હોવાથી રૂ.૧,૦૦૦ ની લાંચ લેતા કે પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ કિશોર મકવાણા છઝ્રમ્ની જાળમાં ફસાઈ ગયો હતો. આ કેસની વિગત મુજબ ફરીયાદી ટ્રાન્સપોર્ટ નો ધંધો કરે છે. જે અમદાવાદ શહેરમાં માલ સામાન ના હેર ફેર માટે ભાડેથી ગાડીઓ ચલાવે છે.ગઇ તા.૩.૧૦.૨૦૨૫નારોજ ફરીયાદીના ડ્રાઇવરનો ફોન આવેલ અને કહેલ કે, “ તેઓએ સીટ બેલ્ટ પહેરેલના હોવાથી ફરીયાદીની આઇસર ગાડી અસલાલી રીંગ રોડ સર્કલ પર પોલીસના માણસોએ અટકાવી છે.  જેમાં કે ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સટેબલ કિશોર કે મકવાણાએ ત્રણ હજારનો સીટ બેલ્ટનો મેમો આપવાનું કહ્યું હતું. જેથી ફરીયાદીએ આરોપી સાથે મોબાઇલ ફોનમાં વાતકરી ગાડી છોડવા બાબતે વિનંતી કરતા આરોપીએ રૂબરૂમાં મળવા જણાવ્યું હતું.ત્યાર બાદ આરોપી ફીરીયાદી ને ટેલીફોન કરી રૂબરૂ માં મળવા બોલાવતા હતા અને નહીં મળે તો હેરાન કરવાની ગર્ભિત ધમકી આપી હતી. આથી ના છુટકે ફરીયાદી ૩-૪ દીવસ પછી અસલાલી સર્કલ ખાતે જઇ કે ટ્રાફિક પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ રૂબરૂ મળતા તેઓએ રૂપિયા ૧,૦૦૦ની માંગણી કરી હતી. ફરીયાદીની પાસે ૬થી ૭ વાહનો હોવા અંગે અને તે જ રૂટ ઉપર કાયમી ચાલતા હોવાની વાતચીત કરી ફરીયાદીએ તે સમયે રૂ.૧,૦૦૦ આપી  દીધા હતા .પરંતુ, આરોપીએ તેમની પાસે “દીવાળી બોનસ” ની પણ માંગણી કરતા, ફરીયાદી એ એકાદ દીવસ માં આપી દેવાનો વાયદો કર્યો હતો. પરંતુ ફરીયાદી “ દીવાળી બોનસ પેટે “ લાંચની રકમ આપવા માંગતા ના હોઈ છઝ્રમ્નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેમાં અસલાલી સર્કલ , કમોડ તરફ આવાના રોડ પર લાંચના છટકામાં રૂ.૧,૦૦૦ ની લાંચ લેતા કિશર મકવાણા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.