વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડના નિવાસસ્થાને ગણપતિ પૂજામાં ભાગ લીધો હતો. ચંદ્રચુડ અને તેમની પત્ની કલ્પના દાસે વડાપ્રધાન મોદીનું તેમના ઘરે સ્વાગત કર્યું હતું. આ પછી પીએમ મોદી પણ તેમના નિવાસસ્થાને ભગવાન ગણેશની પૂજા કરતા જાવા મળ્યા હતા. સીજેઆઇના નિવાસસ્થાને યોજાયેલા સમારોહમાં વડાપ્રધાને પરંપરાગત મહારાષ્ટ્રીયન કેપ પણ પહેરી હતી.
સીજેઆઇ ચંદ્રચુડ અને તેમની પત્નીએ મોદી જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી વડાપ્રધાન મોદીએ આરતી થાળી સાથે ભગવાન ગણેશની પૂજા કરી હતી. આ દરમિયાન નજીકમાં કેટલાક અન્ય લોકો પણ પૂજા કરતા જાવા મળ્યા હતા. સીજેઆઇ ચંદ્રચુડ પૂજા દરમિયાન ભગવાનની સામે હાથ જાડીને ઉભા હતા.
દેશભરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ઉજવણી થઈ રહી છે. તે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી પર આવતા ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે. આ પછી દસ દિવસ સુધી ઉત્સવ ચાલુ રહે છે. મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશના ઊંચા પંડાલ દરેક જગ્યાએ જાવા મળે છે. ગણેશ ઉત્સવના પંડાલમાં ઘણી પ્રખ્યાત હસ્તીઓ પણ ભાગ લે છે.