ઇન્ડીયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાંની એક, ચેન્નાઈ સુપર કિંગ્સે,આઇપીએલ ૨૦૨૫ માં, મેદાન પર બધા ચાહકોની અપેક્ષા કરતાં તદ્દન વિપરીત પ્રદર્શન આપ્યું. આ આઇપીએલના ઇતિહાસમાં સીએસકે ટીમ માટે બીજી સૌથી ખરાબ સીઝન સાબિત થઈ છે. એક તરફ, ટીમ પ્લેઓફમાં પહોંચવાની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, જ્યારે બીજી તરફ, લીગ સ્ટેજમાં ૧૩ મેચ રમ્યા પછી, તેને ૧૦ માં હારનો સામનો કરવો પડ્યો હતો.સીએસકેને હજુ એક વધુ મેચ રમવાની છે અને જા તેઓ આ મેચ પણ હારી જાય છે, તો આ આઇપીએલમાં તેમની અત્યાર સુધીની સૌથી ખરાબ સીઝન સાબિત થશે.
લીગ તબક્કામાં ૧૩ મેચ રમ્યા બાદ, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ફક્ત ત્રણ મેચ જીતી શકી અને ૧૦ મેચ હારી ગઈ. આમ, તેઓ હાલમાં ૬ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. બીજી તરફ, જા સીએસકે તેની છેલ્લી મેચમાં પણ હારનો સામનો કરે છે, તો આ સ્થિતિમાં તે આઇપીએલ ૨૦૨૫ સીઝનના પોઈન્ટ ટેબલમાં ૧૦મા ક્રમે રહેશે. જીતવા છતાં,સીએસકેએ મેચ મોટા માર્જિનથી જીતવી પડશે જેથી તેમનો નેટ રન રેટ ૯મા ક્રમાંકિત રાજસ્થાન રોયલ્સ કરતા થોડો સારો થઈ શકે, આ સ્થિતિમાં તેઓ સીઝનનો અંત ૯મા સ્થાને કરશે.
આઇપીએલના ઇતિહાસમાં આ બીજી વખત છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ લીગ સ્ટેજમાં ૧૦ મેચ હારી છે, આ પહેલા ૨૦૨૨ની સીઝનમાં સીએસકે કુલ ૧૦ મેચ હારી ગયું હતું, જે અત્યાર સુધીની કોઈપણ સીઝનમાં તેમનું સૌથી શરમજનક પ્રદર્શન હતું. આવી સ્થિતિમાં, જા સીએસકે આ સીઝનની છેલ્લી મેચમાં હારનો સામનો કરે છે, તો આ તેમના આઇપીએલ ઇતિહાસની સૌથી ખરાબ સીઝન બની જશે.