ઇÂન્ડયન પ્રીમિયર લીગના ઓક્શનને લઇને ચારે તરફ ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો ખેલાડીઓ વિશે પણ અનેક અહેવાલો વહેતા થયા છે. ચાર રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવા માટે ફ્રેન્ચાઇઝીની પાસે હવે માત્ર છ દિવસ બાકી છે. આ દરમિયાન સીએસકેમાં અનુભવી સુરેશ રૈનાના ભાવિ અંગે નવી અટકળો ચાલી રહી છે. ફ્રેન્ચાઇઝીને ચાર ખેલાડીઓને જોળવી રાખવાની પરવાનગી સાથે મિ.આઈપીએલ તરીકે ઓળખાતા સુરેશ રૈનાની બાદબાકી થઇ શકે છે. ફ્રેન્ચાઇઝના ભવિષ્યને ધ્યાનમાં રાખી આઇપીએલ સ્ટાર તેમની લિસ્ટમાં ફીટ બેસી રહ્યો નથી. જ્યારે અન્ય ચાર ખેલાડીઓ ધોની, ઋતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જોડેજો, ફાફ ડુપ્લેસી જરૂર રીટેન થશે તેવા અહેવાલો સાથે અફવાઓનું બજોર ગરમ થયું છે.
ફ્રેન્ચાઇઝીમાં તેના યોગદાન અને ક્રિકેટમાં તેના અનુભવને ધ્યાનમાં રાખીને મેગા ઓક્શન પહેલા સીએસકે ધોનીને રીટેન કરી શકે તેવી પૂરતી સંભાવનાઓ છે. ધોની આઇપીએલના ઈતિહાસમાં ૫૯.૪૮ની જીતની ટકાવારી સાથે ૧૯૬માંથી ૧૧૬ મેચ જીતનાર સૌથી સફળ કેપ્ટન પણ છે. આ ચાર ટાઇટલને ધ્યાનમાં રાખતા તેવી શક્યતા નહીવત છે કે ધોનીને રીટેન નહીં કરવામાં આવે.
સ્ટાઇલિશ અને રાઇટ હેન્ડ ઓપનર ઋતુરાજ ગાયકવાડ ૨૦૨૧ની સીરિઝમાં સીએસકે ફ્રેન્ચાઇઝી માટે સ્ટાર રહ્યો હતો. તે ૨૦૨૧ની આવૃત્તિમાં ૧૬ મેચમાં ૬૩૫ રન સાથે ટોપ સ્કોરર હતો.
ઓલરાઉન્ડર રવિન્દ્ર જોડેજો વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરો પૈકી એક છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. તે દેખીતી રીતે મેચ-વિનર છે. બેટ, બોલ અને મેદાન પર મેચ જીતવાની તેની ક્ષમતા તેને વધુ ખાસ ખેલાડી બનાવે છે. આ તમામ ખૂબીઓને જોતા ફ્રેન્ચાઇઝી તેને પણ રીટેન કરી શકે છે.
ક્રિકેટમાં બહોળ અનુભવી અને શ્રેષ્ઠ ક્રિકેટર પણ આ લિસ્ટમાં સામેલ હોઇ શકે છે. ઋતુરાજ ગાયકવાડ સાથે તે ફિલ્ડ પર દમદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. આ સાઉથ આફ્રિકન ખેલાડી ધોનીની જેમ જ સીએસકેને ખૂબ સારી રીતે જોણે છે અને તે જ તેને ખાસ બનાવે છે. તેથી પૂરી શક્યતા છે કે ફ્રેન્ચાઇઝી ડુપ્લેસીને પણ રીટેન કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આઇપીએલની એક ફ્રેન્ચાઇઝી પાસે મહત્તમ ૯૦ કરોડ રૂપિયાનું પર્સ હોય છે. એટલે કે કોઈપણ ફ્રેન્ચાઈઝી પોતાની ટીમ બનાવવા માટે ખેલાડીઓ પર વધુમાં વધુ ૯૦ કરોડ રૂપિયા ખર્ચી શકે છે. પરંતુ આ વખતે આ રકમ ૯૫થી ૧૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જો કોઇ ફ્રેન્ચાઇઝી ૪ ખેલાડીઓ રીટેન કરવાનો વિકલ્પ પસંદ કરે છે તો તેને તેના પર્સના લભગ ૪૦-૪૫ ટકા ખર્ચ કરવા પડશે.