કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલમાં સેસ ઘટાડવામાં આવતા પેટ્રોલ રૂ.પ અને ડીઝલ રૂ.૧૦ સસ્તુ થયું છે પરંતુ આ ભાવઘટાડો હજુ પણ લોકોને દઝાડી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની સાથે જાણે સીએનજીએ હરિફાઈ લગાડી હોય તેવો માહોલ સર્જાયો છે જેમાં ગુજરાત ગેસ કંપનીએ એક સાથે રૂ.પાંચનો વધારો કરતા અમરેલી જિલ્લામાં સીએનજી વાહનચાલકોમાં દેકારો બોલી ગયો છે.
પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવોને લઈ લોકો સીએનજી તરફ વળ્યા છે જેમાં અમરેલી જિલ્લામાં સીએનજી વાહનોમાં લાંબુ વેઈટીંગ જાવા મળી રહ્યું છે પરંતુ જે રીતે હવે સીએનજી ગેસના ભાવો વધ્યા છે તેના કારણે અમરેલી જિલ્લાના વાહનચાલકોમાં ભારે આક્રોશ જાવા મળી
રહ્યો છે.
આ અંગે વાહનચાલકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે રીતે ઈંધણમાં ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે તે અસહ્ય છે. ઈંધણના ભાવ વધારાને કારણે તમામ ચીજ વસ્તુઓ મોંઘી બની છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી બચવા માટે લોકો સીએનજીના વાહનો તરફ વળ્યા છે પરંતુ ગેસ કંપનીઓએ પણ જાણે લોકોને ખંખેરવાનુ નક્કી કર્યુ હોય તેમ બેફામ ભાવવધારો ઝીંકી દીધો છે. આ બાબતે કોઈ રાજકીય નેતા પણ હરફ સુધ્ધા ઉચ્ચારતા નથી. લોકો આર્થિક રીતે લુંટાઈ રહ્યા છે અને કહેવાતા આગેવાનો મૂક તમાશો જાઈ રહ્યાં છે. આમ, પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજી ગેસમાં ભાવવધારો થતા અમરેલી જિલ્લાના વાહનચાલકોમાં ભારે આક્રોશ જાવા મળી રહ્યો છે.