ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે રાજ્યમાં આદિવાસી બેઠકો પર કબ્જા જમાવવા માટે ભાજપે પ્રયાસો શરૂ કરી દીધા છે. કોંગ્રેસને રાજ્યમાં એક પછી એક ઝાટકા મળી રહ્યા છે. ત્યારે આજે અરવલ્લીના ભિલોડામાં ભાજપમાં ભરતી મેળો યોજોયો છે. પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં કેવલ જોશિયારા સહિત ૧,૫૦૦ કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા છે. આજે સવારે એક પ્રોગ્રામ યોજોયો છે. જેમાં ભીલોડા ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની ઉપઅસ્થિતિમાં કેવલ જોશીયારા સહિત ૧,૫૦૦ કાર્યકરોનો ભાજપમાં પ્રવેશોત્સવ કર્યો છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કેવલ જોશીયારા સહિત સ્થાનિક આગેવાનો ભાજપમાં ખેસ પહેરાવી સ્વાગત કર્યું છે.
કેવલ જોશીયારાએ ભાજપનો ખેસ ઓઢીને પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આદિજોતિ સમાજમાંથી આવતા મારા પિતા સર્જન હતા. લોકોની સેવા કરી અને ધારાસભ્ય બન્યા હતા. મંત્રી બનીને પણ લોકોની સેવા કરી. હું મારા પિતાના માર્ગે ચાલીને લોકોની સેવા કરીશ. ભાજપમાં જોડાઈને મેઘરજ, ભિલોડાની જનતાની સેવા કરીશ. મારા પિતાનું સ્વપ્ન ચોક્કસ પૂરું કરીશ. પક્ષના આગેવાનો, વડીલોને અપીલ છે કે દુધમાં સાકાર ભળે તે રીતે પક્ષમાં ભળી જઈશ.
કેવલ જોશિયારા સહિત ૧,૫૦૦ કાર્યકરોને આવકારવા માટે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ભિલોડા પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે રાજ્ય સરકારના મંત્રીઓ ઋષિકેશ પટેલ, નરેશ પટેલ, કુબેર ડીંડોર, સાંસદ દીપસિંહ રાઠોડ, મહામંત્રી રજનીભાઈ પટેલ હાજર રહ્યા હતા. એટલું જ નહીં, અશ્વિકન કોટવાલ પણ હાજર રહ્યા છે.
ભીલોડા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અને અનિલ જોષીયારા ભિલોડાથી સતત ૫ ટર્મથી જીતતા આવ્યા હતા. જોકે હવે તેમના નિધન બાદ આ બેઠક પોતાના ખાતામાં લાવવા માટે ભાજપ તેજ પ્રયાસો કરી રહ્યું છે. જેણા અનુસંધાનમાં તેમના દીકરા કેવલ જોષિયારાને પોતાની પાર્ટીમાં જોડી રહ્યું છે.
કેવલ જોષિયારાએ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે અને અત્યાર સુધી તેઓ રાજકારણથી દૂર હતા. પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાઈને રાજનીતિની નવી શરૂઆત કરી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય સ્વર્ગસ્થ અનિલ જોષિયારા ૫ વખત વિધાનસભા બેઠક જીતી ચૂક્યા છે. તેઓ સૌથી પહેલા ૧૯૯૫માં ભાજપની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા. તેઓ ૧૯૯૬માં મંત્રી પણ બન્યા હતા. બાદમાં ૨૦૦૨થી તેઓ સતત ચાર વખત કોંગ્રેસમાંથી જીત્યા હતા. કોંગ્રેસમાં જોડાતા પહેલા તેઓ શંકરસિંહ વાઘેલાની પાર્ટી રાજપામાં જોડાયા હતા. જો કે રાજપામાંથી તેઓની ચૂંટણીમાં હાર થઈ હતી. બાદમાં ૨૦૦૨માં તેઓ કોંગ્રેસમાંથી સતત ચૂંટાતા આવ્યા છે.