સિહોર તાલુકાના કાજાવદર ગામે રહેતા બોઘાભાઈ ભાવચંદભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પત્ની સાથે વડીયા ગામે વાડીએ હતા. ત્યારે રાત્રે
આભાર – નિહારીકા રવિયા સાડા સાત વાગ્યે તેમના મોટાભાઈના દીકરાનો ફોન આવ્યો કે તેમના દીકરા સંજયભાઈ અને પૌત્રી હર્ષીતાનો ડમ્પર સાથે અકસ્માત થયો છે. બંનેને ગંભીર હાલતમાં ૧૦૮ મારફતે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. બોઘાભાઈ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સંજયભાઈને માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ સાથે સારવાર આપવામાં આવી રહી હતી, જ્યારે ગંભીર ઈજા પામેલા હર્ષીતાબેનને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.