આજના યુવા વિદ્યાર્થીઓ અને માતા-પિતાઓમાં UPSC અને GPSC જેવી ઉચ્ચ સ્તરની સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જાગૃતિ વધતી જાય છે. એનું કારણ છે દેશમાં સેવા કરવાની તીવ્ર ઇચ્છા અને સમૃદ્ધ કારકિર્દીનું સ્વપ્ન. વિદ્યાર્થી સ્કૂલમાં હોય, કોલેજમાં અભ્યાસ કરે કે પછી નોકરીમાં હોય – જો યોગ્ય દિશામાં માર્ગદર્શન મળે તો સફળતા મેળવવી અશક્ય નથી.આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને BAPS પ્રમુખ એકેડેમી દ્વારા અમરેલી શહેરમાં ફ્રીUPSC – GPSC માર્ગદર્શન સેમિનારનું આયોજન BAPS સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ વાટિકા, ગાંધીબાગ પાછળ, અમરેલી મુકામે ૧૦ ઓગસ્ટ, રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે યોજાશે. આ સેમિનારમાં દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ વિશે મૂળભૂત સમજ, તૈયારીની પદ્ધતિ, ટાઈમ મેનેજમેન્ટ અને સફળતા માટેનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન દિલ્હીના નિષ્ણાત મેન્ટર તેમજ પ્રમુખ એકેડમીના સંચાલકો દ્વારા આપવામાં આવશે. સાથે પ્રશ્નોત્તરી દ્વારા શ્રોતાઓની જિજ્ઞાસા સંતોષવામાં આવશે.









































