સફળતાના કોઈ સીમાડા નથી હોતા અને બુદ્ધિને કદી તાળા નથી હોતા તે ઉક્તિને સિમાસી ગામના મુસ્લિમ અગ્રણી હુસેનભાઈ વાકોટની દીકરી તનીરા વાકોટે સાબિત કરી બતાવી છે. સામાન્ય પરિવારમાંથી આવતી તનીરાએ ધોરણ-૧૨ સાન્યસમાં ૯૩.૮૯ ઁઇ સાથે ડોળાસા કેન્દ્રમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. તનીરાનાં પિતા સામાન્ય અને મધ્યમ પરિવારમાંથી આવે છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હુસેનભાઈ વાકોટ આખો દિવસ હીરાનાં કારખાનામાં મહેનત કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.