દેશમાં કોરોનાની બીજી લહેર બાદ અનલોક થવા લાગતા થિયેટરોમાં પણ લોકો હવે મનોરંજન માણવા જઇ રહ્યા છે અને તેના કારણે દિપાવલી સમયે રજૂ થયેલી અક્ષયકુમારની ફિલ્મ સૂર્યવંશીને જબરો પ્રતિસાદ મળ્યો છે.
તેની સીધી અસર અત્યાર સુધી લોકોને ઘરમાં મનોરંજન આપતા ઓવર ધ ટોપ તરીકે જાણીતા બનેલા નેટફિલકસ સહિતના એપના વપરાશકારોમાં પ્રથમ વખત ઘટાડો થયો છે અને તેથી જ ભારે સ્પર્ધા વચ્ચે સૌથી વધુ મનોરંજક બની ગયેલી નેટફિલકસે ભારતમાં તેના તમામ પ્રકારના પ્લાનની કિંમત ઘટાડી છે
કંપનીના તમામ ચાર સબસ્ક્રીપ્શન પ્લાનના ભાવ ઘટ્યા છે અને તેમાં હવે થિયેટરો સાથેની સ્પર્ધા પણ મહત્વની ગણાય છે. કોરોના બાદ પ્રથમ વખત થિયેટરો ઓપનઅપ થયા છે અને નિર્માતા નિર્દેશકો હવે તેમની ફિલ્મ પહેલા ઓટીટી પર રિલીઝ કરવાની ઉતાવળ કરતા હતા તેઓ હવે થિયેટર રિલીઝ માટેની ડેટ શોધે છે અને થિયેટર રિલીઝ બાદ એક માસમાં ટીવી કે ઓટીટીમાં તે રિલીઝ કરે છે. જેના કારણે નેટફિલકસને પોતાના ભાવ ઘટાડવાની ફરજ પડી છે.
બોલીવુડ દ્વારા કોરોના કાળમાં અનેક ફિલ્મો પહેલા ઓટીટી પર રિલીઝ કરી દેવાઈ હતી કારણ કે થિયેટરો ખુલવાની કોઇ શકયતા કે તારીખ મોજુદ ન હતી પરંતુ જે રીતે સિનેમા ખુલતા જ સૂર્યવંશી સહિતની
ફિલ્મોને પ્રતિસાદ મળ્યો છે તેથી ઓટીટીને પણ પોતાનું વજુદ બચાવવું પડે તેમ છે.