અમરેલી ખાતે સિનિયર સિટીઝન્સ સોસાયટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. અ.જિ.મ.સ.બેન્કના જનરલ મેનેજર કોઠીયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. હાજર રહેલા સિનિયર સિટીઝનોએ એકબીજાને આરોગ્ય સારુ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન તરૂલતાબેને કર્યુ હતુ. ઘેલાભાઈ તથા કનુભાઈએ વ્યવસ્થા કરી હતી તેમ કનુભાઈ જાષીની યાદીમાં જણાવાયુ છે.