સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પોતાના અંગત સંબંધોને કારણે ચર્ચામાં છે. તેઓ પોતાના સંબંધને વધુ આગળ લઇ જવા માંગે છે તેમ તેમના નજીકના લોકોનું કહેવું છે.
મળેલી વાતને સાચી માનીએ તો સિદ્ધાર્થ અને કિયારા આવતા વરસે લગ્ન કરે તેવી શક્યતા છે. જોકે અન્ય એક સૂત્રના અનુસાર કદાચ તેઓ આવતા વરસે લગ્ન નહીં કરે તો પોતાના સંબંધોને ઔફિશિયલ જરૂર કરશે. બન્ને ઇન્ડસ્ટ્રીના યંગ એકટર્સ છે અને એક-બીજોન ેપસંદ કરે છે.
સિદ્ધાર્થનું નામ હંમેશા તેની સહ-અભિનેત્રીઓ સાથે જોડાતું હોય છે. પરંતુ આ વખતે કિયારા સાથેના તેના સંબંધો ફિલ્મ પુરી થયા પછી પણ રહ્યા છે એટલુ ંજ નહી આગળ પણ વધ્યા છે. તેથી જ તેમની નજીકના લોકો માની રહ્યા છે કે, બન્નેએ પોતાના સંબંધોને ગંભીર રીતે લીધા છે. તેમજ તેઓ લગ્ન પણ કરી લે તેની શક્યતા પૂરેપૂરી છે.