બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન ફરી એકવાર મોટા પડદા પર વાપસી કરી રહ્યા છે. તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સિતારે જમીન પર’ ને આખરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. ખાસ વાત એ છે કે સેન્સર બોર્ડે આ ફિલ્મને કોઈપણ કટ વિના સિનેમાઘરોમાં રિલીઝ કરવાની મંજૂરી આપી છે, જેનાથી આમિરના ચાહકોમાં ઉત્સાહ બમણો થઈ ગયો છે.
ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં, તેને કેટલાક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો.સીબીએફસીએ ફિલ્મમાં બે ફેરફારો કરવાનું સૂચન કર્યું હતું, જેના પછી ફિલ્મની રિલીઝ અંગે મૂંઝવણ ઊભી થઈ હતી. પરંતુ આમિર ખાન અને તેની ટીમે પોતાનો પક્ષ મજબૂત રીતે રાખ્યો અને સ્પષ્ટ કર્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટ અને પ્રસ્તુતિ પર ખૂબ વિચાર કર્યા પછી કામ કરવામાં આવ્યું છે. આખરે બોર્ડે કોઈપણ કટ વિના ફિલ્મને પાસ કરી.
૨૦૦૭ માં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર’ એ શિક્ષણ પ્રણાલી અને બાળકોની માનસિકતા પર પ્રભાવશાળી ચર્ચા કરી હતી. તે ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન ૯૮ કરોડ રૂપિયા હતું અને તેને ૧૧ ફિલ્મફેર નોમિનેશન અને ૩ રાષ્ટ્રીય પુરસ્કારો પણ મળ્યા હતા.
હવે, લગભગ ૧૮ વર્ષ પછી, આમિર તે ફિલ્મ જેવી બીજી ભાવનાત્મક સફર લઈને આવી રહ્યો છે. જોકે આ ફિલ્મ ‘તારે જમીન પર’ ની સીધી સિક્વલ નથી, પરંતુ તેને આધ્યાત્મિક સિક્વલ તરીકે જોવામાં આવી રહી છે. એટલે કે, ફિલ્મનો આત્મા અને મૂળભૂત લાગણી સમાન છે, પરંતુ વાર્તા સંપૂર્ણપણે નવી હશે.
આ ફિલ્મની એક ખાસ વાત એ છે કે તેમાં ૧૦ નવા કલાકારોને લોન્ચ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત, જેનેલિયા દેશમુખ આમિર ખાનની સામે જાવા મળશે. બંનેની જાડીને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે પહેલીવાર બંને એક ફિલ્મમાં સાથે જાવા મળશે.
આ ફિલ્મનું દિગ્દર્શન આર.એસ. પ્રસન્ના દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ ‘શુભ મંગલ સાવધાન’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. આમિર આ ફિલ્મના સહ-નિર્માતા પણ છે અને તેમના સર્જનાત્મક ઇનપુટ્સ આ પ્રોજેક્ટને ખાસ બનાવી રહ્યા છે.
આમીર ખાનની આ ફિલ્મ ૨૦ જૂન ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. કોઈપણ કાપ વિના પાસ થયેલી આ ફિલ્મને લઈને ફિલ્મ ઉદ્યોગમાં પણ સકારાત્મક વાતાવરણ સર્જાઈ રહ્યું છે. એવી અપેક્ષા છે કે આમિર ફરી એકવાર દર્શકોના હૃદયને સ્પર્શી શકશે.