એક્ટ્રેસ કંગનાને દિલ્હી વિધાનસભાની શાંતિ અને સદભાવ સમિતિ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યુ છે.કંગનાને ૬ ડિસેમ્બરે સમિતિ સમક્ષ હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
મોદી સરકારે નવા ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની જોહેરાત કર્યા બાદ કંગનાએ ખેડૂત આંદોલનની સરખામણી ખાલિસ્તાની આંદોલન સાથે કરી હતી.જેના પગલે દિલ્હીમાં સિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા કંગના સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
હવે દિલ્હી વિધાનસભાએ પણ કંગના સામે કાર્યવાહી કરી છે.શાંતિ સમિતિએ કંગનાને હાજર રહેવા માટે કહ્યુ છે.કંગનાએ જે તે સમયે સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, ખાલિસ્તાની આતંકવાદીઓ સરકાર પર આજે ભલે દબાણ સર્જવામાં સફળ રહ્યા હોય પણ એ મહિલાને (ઈન્દિરા ગાંધી)ને ભુલવી ના જોઈએ જેણે આ ખાલિસ્તાનીઓને પોતાના જૂતા હેઠળ કચડી નાંખ્યા હતા, પોતાનો જીવ આપી દીધો હતો પણ દેશના ટુકડા થવા નહોતા દીધા.’