પર્યાવરણને બચાવવા માટે સિક્કિમના પર્યટન બોર્ડે નવા વર્ષ ૨૦૨૨થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ તેમાં પેકેજ્ડ મિનરલ વોટર પણ સામેલ છે.
હિમાલયી રાજ્ય જે કુદરતી સંસાધનોથી સમૃદ્ધ છે જે તાજું અને સારી ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પૂરું પાડે છે, તેણે પ્રદેશમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના અભિયાનમાં જાડાવા માટે આ ફેરફારને કરવાનો નિર્ણય કર્યો છે.
આ પ્રતિબંધ સમગ્ર રાજ્યભરમાં લાગુ કરવામાં આવશે. માર્કસ પી રાય, સંયુક્ત સચિવ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના સભ્યોએ મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે, એરલાઈન્સ અને અન્ય પરિવહન સેવા પ્રદાતાઓને પ્લાસ્ટિકની પાણીની બોટલોના ઉપયોગથી બચવા માટે કહેવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય પ્લાસ્ટિકના એવા વિકલ્પો પ્રદાન કરવાનો પ્રયાસ કરશે જે પર્યાવરણને અનુકૂળ અને ઓર્ગેનિક હોય. માર્કસ પી રાયે વધુમાં જણાવ્યું હતું કે “અમે ગ્રામજનોને વાંસ અને અન્ય બાયોડિગ્રેડેબલ સામગ્રીમાંથી મોટા પ્રમાણમાં બોટલો બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.” માત્ર એરલાઇન્સ જ નહીં, અમે હોમ સ્ટેને પણ પ્રતિબંધનું કડક પાલન કરવા કહ્યું છે.
તમને જણાવી દઈએ કે, સિક્કિમ રાજ્યમાં ૯૧૫ રજિસ્ટર્ડ હોમ સ્ટે છે. વાતચીતમાં આગળ, રાયે કહ્યું કે તેઓ હોમ સ્ટેને પ્રોત્સાહન આપી રહ્યા છે કારણ કે તેઓ એક પ્રામાણિક ગામની અનુભૂતિ કરાવે છે. તેમણે કહ્યું, અમે તેમને અતિથિ સુવિધાઓના નામ પર સુવિધાઓની સાથે ઓવરબોર્ડ ન જવા માટે કહીએ છીએ જે અતઃ પ્રામાણિક ગામના અનુભવોને નબળા કરી દેશે.’
ઓક્ટોબરમાં, સિક્કિમના મુખ્યમંત્રી પીએસ તમાંગે પણ જાહેરાત કરી હતી કે હિમાલયી રાજ્યમાં ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી પેકેજ્ડ મિનરલ વોટર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સીએમએ વાણિજ્યિક સંસ્થાઓ પાસે ઉપલબ્ધ મિનરલ વોટરની બોટલોના હાલના સ્ટોકને ખતમ કરવા માટે ત્રણ મહિનાનો બફર ટાઈમ આપ્યો.