આગામી ૧૦ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવારના રોજ ઉજવવામાં આવનાર વિશ્વ સિંહ દિવસની ભવ્ય અને યાદગાર ઉજવણી કરવા માટે સાવરકુંડલા નોર્મલ રેન્જ કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક સાવરકુંડલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (ઇર્હ્લં) પી.એન. ચાંદુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.આ બેઠકમાં સિંહ સંરક્ષણ અને જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.કે. સરવૈયા, બીઆરસી કો-ઓર્ડિનેટર તુષારભાઈ જાની અને કો-ઓર્ડિનેટર સતીશ પાંડે ઉપસ્થિત રહ્યા હતા.