બિગ બોસની સિઝન પાંચની સ્પર્ધક પૂજા મિશ્રાએ અભિનેતા કમ રાજકારણી સિંહા અને તેમના પરિવાર પર ગંભીર આક્ષેપ કર્યા છે.પૂજા મિશ્રાએ તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે,  સિંહાના પરિવારે મારી કેરિયર અને જિંદગી બરબાદ કરી નાંખી હતી. શત્રુ સિહા બેહોશ કરીને મારો સોદો કરતા હતા અને મારી વર્જિનિટી વેચીને જ પુક્ષી સોનાક્ષીને સ્ટાર બનાવી છે. મેં ૧૭ વર્ષ આ સહન કર્યુ છે અને મારી જગ્યાએ બીજુ કોઈ હોત તો તેણે ક્યારનો આપઘાત કરી લીધો હોત.
પૂજા મિશ્રાના પિતા આઈટી ઓફિસર હતા. મારા પિતાએ  સિંહાને અને તેમના મિત્રોને કરોડોની મદદ કરી હતી પણ સિંહા પરિવાર તેમની પાછળ હાથ ધોઈને પડયો છે. મારા પિતા મુંબઈમાં નોકરી કરતા હતા અને શત્રુÎનના પત્ની પૂનમ સિન્હાએ તેમનુ બ્રેનવોશ કરી દીધુ હતુ. તે વખતે પૂનમ સિન્હા કહેતી હતી કે, બોલીવૂડમાં માત્ર રૂપજિવિનીઓ કામ કરે છે અને આજે તેમની પોતાની પુત્રી બોલીવૂડની સ્ટાર છે. મારુ પત્તુ કાપવા માટે પૂનમ સિંહાએ મારા પિતાની કાન ભંભેરણી કરી હતી.
પૂજાએ આગળ કહ્યુ હતુ કે, જ્યારે ૨૦૦૫માં મારા પિતા રિટાયર થઈને પૂણે જતા રહ્યા ત્યાર પછી પૂનમ સિંહા અને  સિંહાએ મારા પર દબાણ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. તે વખતે હું ગેસ્ટ હાઉસમાં રહેતી હતી. સિંહા દંપતિ મારા પર કાળો જાદુ કરાવતુ હતુ. તેમને હંમેશા ડર રહેતો હતો કે, હું વધારે જાણીતી ના બની જઉં. તેમના કારણે ૩૫ ફિલ્મોની ઓફર મારા હાથમાંથી જતી રહી છે. તેઓ પોતાની જાતને બચાવવા માટે શાહરૂખાન અને સલમાનખાન પર દોષારોપણ કરતા હતા.
પૂજાએ આગળ કહ્યુ હતુ કે, મારા સ્પોન્સરર તેમણએ છીનવી લીધા હતા.  પૂનમ સિંહા લાલચુ અને રાક્ષસી છે. ૨૦૦૭ થી ૨૦૧૪ સુધી હું લોખંડવાલામાં મારા ફેમિલિ એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને મારી ઉપરના ફ્લોર પર શત્રુÎન સિંહાનો પરિવાર રહેતો હતો. હું સિંગાપુરથી શોપિંગ કરીને જે વસ્તુઓ લાવતી હતી તે આ દંપતિ ચોરીને સોનાક્ષી સિન્હાને આપી દેતુ હતુ. તેમણે મારા મીડિયા કોન્ટ્રાક્ટસ પણ રદ કરાવી દીધા હતા.
પૂજાએ કહ્યુ હતુ કે, ૧૭ વર્ષથી સિંહા પરિવારે મારી કબર પર ઘર બનાવેલુ છે. હું હવે ચૂપ નથી બેસવાની. બિગ બોસમાં ભાગ લીધા બાદ મને જે લાઈમ લાઈટ મળી હતી તે પણ શત્રુÎન સિંહા અને પૂનમ સિંહાથી જાવાયુ નહોતુ. તેમણે મને મારા ઘરમાં જ બેન કરી દીધી હતી. તેમના કારણે ૧૧ વર્ષથી સલમાનખાને મને બિગ બોસમાં બોલાવી નથી.
પૂજાનો આક્ષેપ છે કે,  સિંહાએ મને બળજબરીથી રિહેબિલિએશન સેન્ટરમાં મોકલી દીધી હતી. જ્યાં મને હેવી દવાઓ અપાતી હતી. સિંહાના કારણે મારા લગ્ન નહોતા થયા. તેમના કારણે હું રોડ પર આવી ગઈ છું. દબંગ-૩માં પણ મને આ લોકોના પોલિટિક્સના કારણે લેવામાં આવી નહોતી. બે ત્રણ વર્ષ પહેલા હું દિલ્હીમાં શૂટિંગ કરી રહી હતી ત્યારે અને બીજી પણ ઘણી જગ્યાએ શત્રુ સિંહાએ મને ડ્રગ્સ ખવડાવીને મારો ફાયદો ઉઠાવ્યો હતો. શત્રુઘ્ન સિંહાએ મારી સાથે સેક્યુઅલી બહુ ખરાબ વર્તાવ કર્યો હતો.