ઓલમ્પિકમાં બે પદક જીતનાર પીવી સિંધુએ શનિવારે જાપાનની યામાગુચી સામે ત્રણ સેટથી મુકાબલો હારી ગઇ હતી. તેણે બેડમેન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીતી આ અભિયાનની સમાપ્તિ કરી હતી. સિંધુએ સારી શરૂઆત કરી પરંતુ તે લાંબો સમય તાલમેલ જાળવી શકી અને એક કલાક છ મિનિટ સુધી ચાલેલી સેમીફાઇનલમાં તે દુનિયાની બીજા નંબરની ખેલાડી યામાગુચી સામે ૨૧-૧૩ ૧૯-૨૧ ૧૬-૨૧ થી હારી ગઇ.
પીવી સિધુંએ શનિવારે મનીલામાં જાપાનની એકાને યામાગુચી સાથે ત્રણ ગેમ સુધી ચાલેલા મુકાબલામાં ૨૧-૧૩ ૧૯-૨૧ ૧૬-૨૧ સાથે હારનો સામનો કર્યો. બંને શટલર્સ એક સમયે ૧૯-૧૯ ના સ્કોર પર હતી. ત્યારે યામાગૂચીએ સતત બે પોઇન્ટ પ્રાપ્ત કરીને ૧-૧ બરાબરી કરી લીધી અને ગેમ ૨૧-૧૯ જીતી હતી. આ ટૂર્નામેન્ટમાં સિંધુનો બીજા પદક છે, તેમણે આ વર્ષે ૨૦૧૪ ગિમચિયોન તબક્કામાં પણ કાંસ્ય પદક જીત્યો હતો.
પીવી સિંધુએ પ્રથમ ગેમ ૧૬ મિનિટમાં સરળતાથી જીતી લીધી હતી. પરંતુ નિર્ણાયક સેટમાં પીવી સિંધૂએ ઘણી ભૂલો કરી. બીજી ગેમમાં પીવી સિંધૂને એક પોઇન્ટની ‘પેનલ્ટી લાગી હતી કારણ કે તેણે વધુ સમય લીધો હતો જેથી રેફરી સાથે તેમની માથાકૂટ થઇ ગઇ. આ ચર્ચા બાદ તેમની લય તૂટી ગઇ. અંતે યામાગૂચીએ ૨૧-૧૬ થી ત્રીજી ગેમ જીતી સિંગલ્સના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પીવી સિંધૂની આ યામાગૂચી વિરૂદ્ધ ૧૦મી હાર હતી જ્યારે તે ફક્ત ૭ મેચ જીતવામાં સફળ રહી છે.
પીવી સિંધૂ પ્રથમ ગેમમાં પોતાની વિરોધી પર હાવે રહે અને સરળતાથી ૨૧-૧૩ થી સેટ જીતી લીધો અને લાગી રહ્યું હતું કે સીધા સેટોમાં માત આપશે. જાકે સિંધૂએ બ્રેકનો સમય લીધો જેના લીધે તેના પર પેનલ્ટીનો એક પોઇન્ટ આપ્યો હતો. સિંધૂએ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે યામાગૂચી તૈયાર ન હતી. જેના લીધે તેણે સર્વિસ ન કરી.
સિંધુએ શુક્રવારે રમાયેલી ક્વાટર ફાઇનલમાં ચીનની ત્રીજા ક્રમની બિંગ જિયાઓને હરાવી વિમેન્સ સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચી હતી. સિંધુએ ૧ કલાક ૧૬ કલાક સુધી ચાલેલા મુકાબલામાં ૨૧-૯, ૧૩-૨૧, ૨૧-૧૯ થી હરાવી હતી.