પીએમ મોદીએ ગુરુવારે તેમના દિલ્હી નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો. તેમણે આ છોડ વિશે સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી. આ પોસ્ટમાં તેમણે કહ્યું કે આ છોડ આપણા દેશની મહિલા શÂક્તના શૌર્ય અને પ્રેરણાનું મજબૂત પ્રતીક રહેશે.
૧૯૭૧ના યુદ્ધમાં હિંમત અને બહાદુરીનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરનાર કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ તાજેતરમાં ગુજરાતની મારી મુલાકાત દરમિયાન મને સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો હતો. આજે, વિશ્વ પર્યાવરણ દિવસે, મને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને તે છોડ રોપવાનો લહાવો મળ્યો છે. આ છોડ આપણા દેશનું ગૌરવ છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ૧૯૭૧ના યુદ્ધમાં હિંમત અને બહાદુરીનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરનાર કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ તાજેતરમાં મારી ગુજરાત મુલાકાત દરમિયાન મને સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો હતો. આજે, વિશ્વ પર્યાવરણ દિવસે, મને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને તે છોડ રોપવાનો લહાવો મળ્યો છે.