(એ.આર.એલ),નોઇડા,તા.૧૯
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના મહિલાઓ અંગે આપેલા નિવેદન પર મહિલા સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. આઝાદ અધિકાર સેના નામના સંગઠનની રાષ્ટ્રીય મહાસચિવ નૂતન ઠાકુરે બાગેશ્વર ધામ પીઠાધીશના આ નિવેદન સામે રાષ્ટ્રીયય મહિલા આયોગમાં ફરિયાદ કરી છે.ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગ્રેટર નોઇડામાં પોતાની કથા દરમિયાન મહિલાઓને સિંદુર અને મંગળસૂત્રનો ઉલ્લેખ કર્યો હતો. તેમની તુલના ખાલી પ્લોટ સાથે કરી હતી. ત્યારબાદ આઝાદ અધિકાર સેના નામના સંગઠનના રાષ્ટ્રીયય મહાસચિવ નૂતન ઠાકુરે બાબા બાગેશ્વર સામે રાષ્ટ્રીયય મહિલા આયોગથી ફરિયાદ કરી હતી. ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગ્રેટર નોઇડામાં આયોજિત ભાગવત કથા દરમયાન મહિલાઓ માટે અપશબ્દો કહ્યા હતા. જેના કારણે ભારતની મહિલાઓ પોતાને લજ્જીત અને અપમાનિત અનુભવી રહી છે.
નૂતન ઠાકુરે દાવો કર્યો છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન બાદ સોશિયલ મીડિયા ઉપર મીમ બનાવીને મહિલાઓ માટે તમામ પ્રકારની અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગ્રેટર નોઇડામાં પોતાની કથા દરમિયાન કહ્યં્ હતું કે જે મહિલાઓની માંગમાં સિંદુર અને ગળામાં મંગળસૂત્ર નથી. તેમના વિશે હું માનું છું કે આ પ્લોટ હજી ખાલી છે.આઝાદ અધિકારી સેનાની મહાસચિવે કહ્યું કે એક મહિલાની તુલના પ્લોટથી કરવામાં આવે અને મહિલાઓ અંગે અનેક પ્રકારની અમર્યાદિત ટિપ્પણી કરવી ખોટી છે. આ મહિલાઓના સમ્માન સાથે છેડછાડ છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીયય મહિલા આયોગે આ તથ્યોને સંજ્ઞાનમાં લઇને તરત જ કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે બાબા બાગેશ્વર ધામે ગ્રેટર નોઇડામાં સાત દિવસીય ભાગવત કથા કરી હતી. જેનું સમાપન શનિવારે થયું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જે સ્ત્રીના લગ્ન થયા છે. તેની બે ઓળખ સિંદુર અને મંગળસૂત્ર હોય છે. જે †ીના માગમાં સિંદુર અને ગળામાં મંગળસૂત્ર ન હોય તો સમજા પ્લોટ ખાલી છે. તેમણે કહ્યંા કે જેની માગમાં સિંદુર અને ગળામાં મંગળસૂત્ર છે તો અમે દૂરથી જાઈને સમજી જઈએ છીએ કે રજીસ્ટ્રી થઈ ગઈ છે.