બોલિવૂડનાં પ્લેબેક સિંગર કૃષ્ણકુમાર કુનાથ એટલે કે કેકેની અંતિમ યાત્રા આજે એટલે કે ૨ જૂન ૨૦૨૨નાં એક વાગ્યે શરૂ થઇ હતી અને આજે અંધેરી વર્સોવા સ્થિત તેને મુખાગ્નિ આપવામાં આવ્યો હતો પુત્ર નકૂલે કેકેના પાર્થિવદેહને અગ્નિદાન આપ્યો હતો કૃષ્ણકુમાર કુન્નથનું ૩૧ મે ૨૦૨૨નાં રોજ મંગળવાર કોલકાતામાં અવસાન થયું છે. લાઈવ કોન્સર્ટમાં કેકે પર્ફોર્મ કરી રહ્યા હતા એ વખતે તેમની તબિયત લથડી હતી. તેમની ટીમ કેકેને તરત જ હોટેલ રૂમમાં લઈ ગઈ પરંતુ ત્યાં પણ પરેશાની વધતાં હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. કેકેના પાર્થિવ દેહને બુધવારે રાત્રે કોલકાતાથી મુંબઈ લાવવામાં આવ્યો હતો
આજે સવારે બોલિવૂડનાં પ્લેબેક સિંગર કેકેના પાર્થિવદેહને પાર્ક પ્લાઝામાં અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. સંગીત જગતની અનેક જૉણીતી હસ્તીઓ અંતિમ દર્શન માટે આવી હતી.અહીંથી એક વાગે અંતિમ યાત્રા નીકળી હતી. વર્સોવાના હિંદુ સ્મશાન ઘાટ પહોંચી હતી અને અહીં તેમના પાર્થિવદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો તેમના દીકરા નકુલે મુખાગ્નિ આપ્યો હતો.
કેકેની દીકરી તમારાએ પણ પિતાનાં પગલે જ ચાલે છે અને મ્યૂઝિક સાથે જૉડાયેલી છે. ઇન્સ્ટાગ્રામનાં બાયોમાં ખુદને સિંગર પ્રોડ્યુસર અને કોમ્પોઝર કહે છે. આ ઉપરાંત તમારા તેનાં સિંગીગનાં વીડિયો અને તસવીરો પણ શેર કરતી રહે છે.કેકેના અંતિમ દર્શન કરવા માટે એક્ટર ફેઝલ કાન કે કે નાં ઘરની બહાર સ્પોટ થયા હતાં , બોલિવૂડ સિંગર હરીહરન પત્ની સાથે પહોચ્યાં હતાં આ ઉપરાંત સિંગર રેખા ભારદ્વાજ,સિંગર, ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ, હિમેશ કોહલી, અલકા યાજ્ઞિક, શ્રેયા ઘોષાલ પણ પહોંચ્યા હતાં જયારે ગીત રાઇટર સમીર, કબિર ખાન મિની માથુર અને અરવિંદ સિંહે અંતિમ દર્શન કર્યા હતાં.