સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે આવતીકાલ તા. ૩ ને શુક્રવારના રોજ ૩૨૭મો વિનામૂલ્યે મહા નેત્રયજ્ઞ નેત્રમણી સાથેનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પનો સમય સવારે ૯ થી ૧૨ કલાક સુધીનો છે. આ કેમ્પના મુખ્ય દાતાઓના સહયોગથી યોજાનારા આ કેમ્પના મુખ્ય આયોજક શાસ્ત્રી ભગવતપ્રસાદ દાસજી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા છે. ઉલ્લેખનીય છે કે ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા અને અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ દ્વારા સેવાકીય વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે તે પૈકી આ કેમ્પનું આયોજન કરેલ છે. તો વધારેમાં વધારે જરૂરીયાતમંદ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.