અમરેલી જિલ્લા સહિત ગુજરાત, દેશમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉત્સાહનો માહોલ છે. આ દરમિયાન અમરેલી જિલ્લામાં પણ અનેક જગ્યાએ લોકોએ દીવાળીની જેમ રોશની કરી છે. સાવરકુંડલામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ૩૦૦૦ દીવડાની શ્રીરામ શબ્દની અદભુત રચના કરવામાં આવી હતી.