સાવરકુંડલા શહેરમાં સંત વેલનાથબાપુની ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લઈ, આધ્યાત્મિક ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ જામ્યો હતો. આ પ્રસંગે બપોરે વેલનાથબાપુની જગ્યામાં ભોજન પ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.








































