સાવરકુંડલા રેન્જ વિસ્તારમાં આવેલ સેંજળ પિયાવા વિસ્તારના એક અવાવરૂં કૂવામાં સિંહણ ખાબકી હતી. શિકારની શોધમાં સિંહણે દોટ મૂકતા અચાનક ખુલ્લા કૂવામાં ખાબકી હતી. જેથી આસપાસના સ્થાનિક લોકોએ સાવરકુંડલા રેન્જ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. રેસ્ક્યુ ટીમે સિંહણને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. જોકે, કૂવો ઉંડો હોવાને કારણે વનવિભાગને સિંહણને બહાર કાઢવામાં પરસેવો વળી ગયો હતો. અંતે વનવિભાગની ટીમે દોરડા મારફતે સિંહણને બહાર કાઢી બચાવી લીધી હતી. સિંહણને બહાર કાઢયા બાદ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી.