સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે VB–G RAM G યોજના અંતર્ગત કેન્દ્રીય બજેટ–૨૦૨૬ના પરિપ્રેક્ષ્યમાં એક વિશેષ કાર્યશાળા અને ‘કિસાન સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. ધારાસભ્યએ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને બજેટમાં કૃષિ, સિંચાઈ, આધુનિક ટેકનોલોજી અને ગ્રામીણ વિકાસ માટે કરવામાં આવેલી મહત્વની જોગવાઈઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર ખેતી ખર્ચ ઘટાડીને ખેડૂતોની આવક બમણી કરવા માટે કટિબદ્ધ છે. કિસાન સંવાદ દરમિયાન ખેડૂતોએ પૂછેલા પ્રશ્નોના તેમણે સંતોષકારક જવાબો આપ્યા હતા અને આધુનિક પદ્ધતિથી ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ભાજપ સંગઠનના હોદ્દેદારો, પાલિકા અને પંચાયતના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂત અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોમાં સરકારની કલ્યાણકારી યોજનાઓ પ્રત્યે નવી જાગૃતિ ફેલાઈ હતી.