સાવરકુંડલાના માર્કેટયાર્ડમાં આજે સિઝનના નવા ચણાની આવક થઇ હતી. હાડીડા ગામના ખેડૂત ભીમજીભાઇ કલ્યાણભાઇ ઘોડાદરા રામાણી ટ્રેડિંગના કમીશનમાં ચણા વેચવા માટે આવેલ. સિઝનના નવા ચણાની આવકનો આજે પ્રારંભ થતો હોવાથી ચેરમેન દિ૫કભાઇ માલાણીએ પૂજન કરીને ખેડૂતો અને વેપારીઓનું મોઢુ મીઠું કરાવીને હરરાજીની શરૂઆત કરી હતી. ચણા ખરીદનાર વેપારીઓ, યાર્ડના સેક્રેટરી જે.વી.માલાણી, સ્ટાફગણ અને ડિરેકટરોની ઉ૫સ્થિતિમાં મુહૂર્તના ચણા ખરીદવા માટે બોલીઓ બોલાતા વેપારી- રૂદ્ર એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.૧૭૦૧/- ની ઉંચી બોલી બોલીને ચણાની ખરીદી કરેલ. મુહૂર્તમાં સારા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી.