અમરેલી શહેરના સાવરકુંડલા બાયપાસ પર આરટીઓ કચેરી નજીક પોલીસની ગાડીને અકસ્માત નડતા કરાર આધારીત ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રોડ પર ઉભેલા ટ્રકને પોલીસની ગાડીએ પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે ડ્રાઇવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારી ગાડી મુકીને ફરાર થઈ ગયો હતો તેવું જાણવા મળેલ છે. ઘટનાની જાણ થતા જ સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વાયરલ થયેલ વિડીયોમાં અકસ્માત સમયે ગાડીમાં દારૂની એક બોટલ જાવા મળી હતી.