અમરેલી જિલ્લામાં ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપ્યું છે. જે અન્વયે અમરેલી એલ.સી.બી. પી.આઈ એ.એમ. પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનામાં ૯ માસથી ફરાર આરતીબેન દિપકભાઇ પાઠક (ઉ.વ.૨૫, રહે. સુરત)ને ટેક્નિકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડવામાં આવી હતી. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પીઆઈ એ.એમ.પટેલ, પીએસઆઈ એમ.બી.ગોહિલ, એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા, અજયભાઇ સોલંકી, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ તુષારભાઇ પાંચાણી, પોલીસ કોન્સ્ટેબલ ઉદયભાઇ મેણીયા, હરેશભાઇ કુંવારદાસ, હિનાબેન મેવાડા દ્વારા કરવામાં આવી હતી.