અમરેલી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબીને સૂચના આપી હતી.
જે અન્વયે ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલસીબી પીઆઈ વી.એમ. કોલાદરાની ટીમ દ્વારા ટેકનીકલ સોર્સની મદદ લેવામાં આવી હતી. જેમાં સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય જેથી પોલીસ ટીમે ટેકનીકલ સોર્સને આધારે રાજસ્થાનના જાધપુર જિલ્લાના ફલોદી તાલુકાના રાદીયા ગામેથી આરોપી મહીપાલ ભગીરથરામ જાણી(બિશ્નોઈ)વાળાને ઝડપી પાડ્યો હતો.