સાવરકુંડલા ટાઉન પોલીસે એક મોબાઇલ ચોરીના કેસમાં ઝડપી કાર્યવાહી કરીને આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ હરદ્વારગીરી મેહુલગીરી ગોસ્વામી (ઉંમર ૨૦) તરીકે થઈ છે, જે ખોડીયારનગર નેસડી રોડ વિસ્તારનો રહેવાસી છે. તેની પાસેથી ચોરેલો વીવો કંપનીનો ફ૨૯ી મોડલનો મોબાઇલ ફોન મળી આવ્યો છે, જેની કિંમત લગભગ ૨૫,૯૯૯ રૂપિયા છે. આરોપી વિરુદ્ધ મ્.દ્ગ.જી. એક્ટની કલમ ૩૦૩(૨) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં હેડ કોન્સ્ટેબલ અમાનભાઇ યાસીનભાઇ, ધર્મેશભાઇ વશરામભાઇ, મુકેશભાઇ વિષ્ણુભાઇ અને ગીરીશભાઇ વાલજીભાઇએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.