સાવરકુંડલામાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કાપેલધાર વિસ્તારામાંથી પાસ-પરમીટ વગરના ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની અલગ-અલગ સાઇઝની કુલ બોટલ/ટીન નંગ-૨૧૭ સહિત અલગ- અલગ-૬ પ્લાસ્ટિકની મોટી થેલીઓ મળી કુલ કિં.રૂ.૩૩,૭૩૦નો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સિવાય જિલ્લામાં ૬ લોકો પાસેથી ૪૩ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. તેમજ સાત ઈસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.