સાવરકુંડલા નગરપાલિકાએ હાઉસ ટેક્સની રકમ ન ભરનારા આસામીઓ સામે લાલઆંખ કરી છે. પાલિકા દ્વારા એક જ દિવસમાં શહેરમાં હાઉસ ટેક્સની રકમ ન ભરનારા ર૦ આસામીઓના નળ કનેક્શન અને ૧૦ વ્યક્તિઓને વોરંટ બજવણી કરતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે, સાવરકુંડલા નગરપાલિકામાં હાઉસ ટેક્સ, પાણીવેરો અને લાઈટ વેરો સહિત લાખો રૂપિયાની રકમ શહેરમાંથી બાકીદારો પાસેથી લેવાની નીકળતી હોય અને અનેકવાર ઉઘરાણી કરવા છતાં રકમ ન ભરનાર આસામીઓ સામે પાલિકા કર્મીઓ દ્વારા કાર્યવાહી કરાતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.