સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામના સેવાભાવી કાઠી સમાજનાં જયરાજભાઈ જે. ખુમાણ તથા નાગેશ્રી ગામના ખોડુભાઈ બોરીયા, હકુભાઈ વરુ, અનકભાઈ બોરીયા વગેરે સેવાકાર્યકરો દ્વારા નાત જાતના ભેદભાવ વિના પોત-પોતાના ગામમાંથી સદગતના અસ્થિઓને લઈ ભાદરવી અમાસે ગંગાજીમાં પૂરી શાસ્ત્રોકત વિધિ સાથે વિસર્જન કરે છે. સેવાભાવીઓના આ કાર્યને લોકો બિરદાવી રહ્યાં છે.