સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે અમરેલી જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી દિપકભાઇ માલાણી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. તમામ ડિરેક્ટરોની સર્વસંમતિથી બિનહરીફ ચૂંટણી થતા તમામ ડિરેક્ટરો, પાર્ટીના મેન્ડેટ સાથે વિશેષ ઉપસ્થિત રહેલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઇ પંડ્યા, જીવનલાલ વેકરીયા, પ્રવિણભાઇ સાવજ, શરદભાઇ ગૌદાની, લાલજીભાઇ મોર સહિતે દિપકભાઇ માલાણીને અભિનંદન પાઠવ્યા હતા. ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા અને અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયાએ પણ તેમને ટેલિફોનીક અભિનંદન પાઠવ્યા હતા.