સાવરકુંડલા શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અભ્યાસ કરતા ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને પ્રેરણાદાયક કાર્યક્રમ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા યોજાયો હતો. ગુરુકુળના ભવ્ય હોલમાં ૪૦૦ વિદ્યાર્થીઓને સાયબર સેલના માસ્ટર આઈ.ટી. મહેતા દ્વારા સાંપ્રત સમયમાં થતા ફ્રોડ વિશે જાણકારી અને સાવધાની વિશે સમજાવવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમ પોલીસ ઇન્સ્પેક્ટર કુગસીયા દ્વારા યોજાયો હતો. તેમણે ગુરુકુળના સંત પુરાણી વિષ્ણુસ્વામી, સંસ્થાના વડા ભગવતપ્રસાદ દાસજી સ્વામી, સંસ્થાના પ્રમુખ હરિપ્રસાદ દાસજી સ્વામી, સંસ્થાના કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામી અને શુકદેવપ્રસાદ દાસજી સ્વામીના આશીર્વાદ લીધા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંસ્થાના ડાયરેક્ટર વ્યાસભાઇ, સાયન્સ વિભાગના આચાર્ય હરેશભાઈ મહેતા, સામાન્ય વિભાગના આચાર્ય કમલેશભાઈચુડાસમા સાથે સત્યમભાઈ, ઉમંગભાઈ, પિયુષભાઈ વિગેરે સાથે રહ્યા હતા.







































