સાવરકુંડલા જૈન વિદ્યાર્થી ગૃહમાં અત્યારે પ૬ વિદ્યાર્થીઓ સંસ્થામાં રહીને અભ્યાસ કરે છે તે દરેક વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કરણ અને પર્યુષણ પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થાય તે હેતુથી મુંબઈથી બે વીર સૈનિકભાઈઓ દેવ અદાણી અને પર્વ અદાણી તેમજ ધાર્મિક શિક્ષક હરેશભાઈ દોશીની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા પર્યુષણ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉગ્ર તપસ્યા કરી હતી. ચોવિયાર અઠ્ઠાઈ તપના તપસ્વીઓમાં જૈન રોશન હસમુખરાય, શેઠ નમન દાનેશભાઈ, શાહ પાર્શ્વ અજયભાઈ તેમજ તીવીયાર અઠ્ઠાઈ તપના તપસ્વીઓમાં પારેખ ચેતન નટવરલાલ, મહેતા આરવ ધર્મેશભાઈ, જૈન મૃદુલ ચંદ્રપ્રકાશજી, દોશી પ્રથમેશ રાકેશભાઈ, આશરા હિમેશ પરેશભાઈ, શાહ જતીન ચેતનભાઈ, શાહ ઉજાસ અજીતભાઈ, સુખડીયા જૈનીલ ધર્મેન્દ્રભાઈએ તપસ્યા કરી હતી. આ ઉપરાંત અઠ્ઠમ તપના ૧૭ તપસ્વીઓ અને છઠ્ઠ તપના ર તપસ્વીઓએ ભાવપૂર્વક તપસ્યા કરી હતી. આ સિવાય અન્ય દરેક વિદ્યાર્થીઓએ છૂટક ઉપવાસ અને એકાસણા કરી પર્યુષણ પર્વમાં પ્રભુની આરાધના કરી હતી.