સાવરકુંડલા લુહાર જ્ઞાતિ સમાજ વાડી ખાતે લુહાર જ્ઞાતિ સંત મહાત્મા મુળદાસજીનો ૩૫૦મો જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે સવારે ૯-૦૦ કલાકે પૂજ્ય સંત મહાત્મા મુળદાસજીનું પૂજન, ધ્વજારોહણ, આરતી વગેરે કાર્યક્રમો યોજાયા હતા. ત્યારબાદ બપોરે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ લુહાર જ્ઞાતિ સમાજ વાડી ખાતે ઉમંગ ઉત્સાહ સાથે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાવરકુંડલા તેમજ તાલુકાના લુહાર બંધુઓએ સહભાગી બની ધન્યતા અનુભવી હતી.