સાવરકુંડલા ખાતે વીર મેઘમાયા પ્રગતિ મિત્ર મંડળ આયોજિત તૃતીય નવરાત્રી મહોત્સવના ચતુર્થ નોરતાની રાત્રે રામજીવનદાસના સાંનિધ્યમાં સંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે માનવ મંદિરના પુજ્ય ભક્તિરામ બાપુ, મનીષાદીદી, શાંતામાડી વગેરેએ ઉપસ્થિત રહીને સમાજના ભાઇઓ-બહેનોને આશીર્વાદ પાઠવ્યા હતાં. આ નવલાં નોરતાના ચતુર્થ દિવસે ખેલૈયાઓએ માતાજીની સ્તૂતિ સાથે મન ભરીને ગરબાની રમઝટ બોલાવી હતી.