સાવરકુંડલા ખાતે સદગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી અને નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પિટલ, અમરેલીના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણિ આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન થયું હતું. આ કેમ્પમાં આંખોના રોગથી પીડાતા દર્દીઓ માટે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં કુલ ૬૯ દર્દીઓએ ઓપીડીમાં લાભ લીધો હતો, જ્યારે ૨૨ દર્દીઓએ મોતિયાના ઓપરેશન માટે સેવાઓ મેળવી હતી. આ કેમ્પના ઉદ્‌ઘાટન સમયે કબીર ટેકરી, સાવરકુંડલાના મહંત અને ટ્રસ્ટીગણ, સામાજિક સેવા સંસ્થાના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા.